SUBSCRIBE OUR NEWSLETTER :-

Unjha Nagarpalika

નગરપાલિકા ઊંઝા વિશે
   
સમાજના છેવાડા માણસ સુધી સેવા, સંસ્કૃતિ, સ્વછતા પહોચાડતી સંસ્થા
૯૨% વેરા વસુલાત સાથે રાજ્યમાં અગ્રેસર
રૂ.૧માં ૧૦ લીટર મીનરલ વોટર સપ્લાય કરતી નગરપાલિકા
સ્વછતાનું ડે ટુ ડે મોનીટરીંગ અને ડસ્ટ બીન મુક્ત શહેર
ઈ-બીલીંગ દ્વારા વેરા વસુલાત કરતી પ્રથમ સંસ્થા
સમગ્ર નગરના વડીલોની વંદના કરી પ્રણાલિકા શરૂ કરતી સંસ્થા
સાંસ્કારિક કાર્યક્રમોની પરંપરાથી સંસ્કૃતિની સંરચના
નગરનંદનવન યોજનાથી શહેર હરીયાળું બનાવતી સંસ્થા
વાઈફાઈ ઈન્ટરનેટ સુવિધા તથા સી.સી.કેમેરા ધરાવતી સંસ્થા

 

શ્રી એમ.એમ ગઢવી 
ચીફ ઓફીસર
       શ્રી પિનલબેન બી પટેલ        
ઉપપ્રમુખ
શ્રી મણીલાલ બી પટેલ(ઘી વાળા)
પ્રમુખ

 

(D) નગરપાલિકાનો શુદ્ધ વહીવટઃ-
   
તમામ વિભાગને કોમ્પ્યુટર રાઈઝડ કરવામાં આવેલ છે અને સરકારક શ્રી ઈ-ગર્વનર્સ મોડયુલ્સ ની માહિતી અમલમાં છે.
જન સેવા કેન્દ્ર બનાવેલ છે જેમાં નાગરિક અધિકાર પત્ર અન્વયે કામગીરી કરવામાં આવે છે.
ડબલ એન્ટ્રી એકાઉન્ટસ સીસ્ટમ ન.પામાં અમલમાં છે અને જેનું સી.એ.ધ્વારા ઓડીટ કરવામાં આવે છે.
નગરપાલિકા વિસ્તારના તમામ મિલકતોની એરીયાબેઝ આકારણી કરવામાં આવેલ છે જેના આધારે મિલકત વેરો તા.૧/૪/૨૦૦૮ થી લેવામાં આવશે.
ન.પા.ધ્વારા ટેક્ષ રીકવરી ૯૧ થી ૯૩% વસુલ કરવામાં આવે છે.
નગરપાલિકાની માલિકીની તમામ મિલકતોનું વેલ્યુએશન કરવામાં આવે છે હાલની કિંમત પ્રમાણે રૂ. ૬૮.૨૭ કરોડની મિલકતો ન.પા. ધરાવે છે.

 

નગર આયોજન વિશે
 
ઊંઝા શહેરનો વિકાસ નકશો અને નગર રચના યોજનાઓ :-
વિકાસ નકશો :-
વિકસતા નગરોના સુઆયોજન અને સુગ્રથિત માળખામાં અને નગરની પ્રાથમિક જરૂરીયાતો સરળ રીતે આપી શકાય તે સારૂ અને જમીનોના વપરાશને યોગ્ય દિશામાં નિયંત્રીત કરવા તે સમયના અમલી મુંબઈ નગર આયોજન ધારો ૧૯૫૪ અન્વયે ઊંઝા નગરપાલિકાની હદમાં સૌપ્રથમ તા.૧૫-૧૦-૧૯૬૯માં વિકાસ યોજના મંજુર થઈ તા.૧-૧૨-૬૯ થી અમલમાં હતી.
ત્યારબાદ નામદાર સરકારશ્રીના શ.વિ.અને શ.ગૃ.વિ.વિભાગ ગાંધીનગરના જાહેરનામા તા.૧૫-૧૧-૮૭ થી વિકાસ નકશો દસ વર્ષ અમલમાં આવેલ જે તા.૧૬-૧૧-૮૭ થી અમલમાં આવેલ છે જે હાલમાં આ નગરપાલિકાની મંજુર થયેલ વિકાસ યોજના છે.
ત્યારબાદ દ્વિતીય પુનરાવર્તીત વિકાસ નકશો નામદાર સરકારશ્રીને અત્રેના જા.નં-૧૦૪૮/૦૪-૦૫ તા.૧૮/૧૨/૦૪ થી ગુ.ન.ર. અને શ.વિ અધિ ૧૯૭૬ ની કલમ ૧૭(૧) થી (૩) હેઠળ મંજુરી અર્થે અત્રેથી સાદર કરવામાં આવેલ છે જે દરખાસ્ત નામદાર સરકારશ્રીમાં પડતર છે.
દ્વિતીય પુનરાવર્તીત વિકાસ નકશામાં સુચીત જમીન વપરાશનું માળખું, રસ્તાઓના, ઝોનીંગ નિયંત્રણ નિયમો, સુચિત વિકાસ યોજનામાં લીધેલા રસ્તાઓના ખર્ચનો અંદાજ, સ્ટ્રીર લાઈટ વિકાસ કામનો અંદાજ વિ.નો સમાજેશ કરેલો છે ઊંઝા શહેરની ૨૦૧૧ની ભાવી વસ્તી અને વિકાસ ધ્યાનમાં લઈ સુચિત જમીન વપરાશનું માળખું ગોઠવાયેલ છે.

 

જેમાં ૧૪૪૩.૯૦ હેકટર રહેણાંક વિસ્તાર (ગામતળ સિવાય)
૭૫.૦૦ હેક્ટર વાણિજ્ય વિસ્તાર
૧૬૦.૦૦ હેક્ટર ઔદ્યોગિક વિસ્તાર મુખ્યત્વે લીધેલ છે.

 

નગર રચના યોજનાઓઃ-
 
ટી.પી.સ્કીમ નં.-૧
આ નગરપાલિકાની હદમાં ૧૩૧ હેકટરમાં પ્રથમ ટી.પી.સ્કીમનં-૧ અમલમાં મુકવામાં આવેલી
જે તા, ૧/૧૦/૧૯૭૬ થી અમલમાં છે.
જે ટી.પી.સ્કીમ નં-૧ માં ૮૭, ૦૮૬, ૨૯ ચો.મી. જમીન ઊંઝા નગરપાલિકાને જુદા જુદા અનામત હેડે મળેલ છે જે સ્કીમનાં તમામ કામો નગરપાલિકાએ પૂર્ણ કરેલ છે.
   
ટી.પી.સ્કીમ નં.-૨
ગુજરાત ન.૨. અને શ.વિ. અધિ.૧૯૭૬ મુજબ ટી.પી.સ્કીમ નં-ર ૫૫.૮૦ હેકટર જમીનમાં મુકવામાં આવેલી
જે નામદાર સરકારશ્રીના શ.વિ.અને ગૃ.નિ.વિભાગના જાહેરનામા તા.૨૬/૩/૯૨ થી અંતિમ (ફાઇનલ) થયેલ છે.
જેમાં નગરપાલિકાને ૫૯,૪૦૮ ચો.મી. જમીન જુદા જુદા અનામત હેડે મળેલ છે.
સદર સ્કીમમાં મુખ્યત્વે વિકાસ તેમજ વિકાસકામોની કામગીરી પૂર્ણ થયેલ છે.
સ્કીમનું અમલીકરણ પણ પ્રર્ણ થયેલ છે.
   
ટી.પી.સ્કીમ નં.-૩
નવા કાયદા અન્વયે ટી.પી.સ્કીમ નં-૩ ૫૫.૮૦ હેક્ટરમાં બનાવાવમાં આવેલી છે.
જે નામદાર સરકારશ્રીના જાહેરનામા તા.૨૬/૩/૯૨ થી અંતીમ થયેલ છે.
જેમાં નગરપાલિકાને ૪૯,૧૨૯.૦૦ ચો.મી. જમીન જુદા જુદા અનામત હેડે મળેલ છે.
સદર સ્કીમમાં મુખ્યત્વે વિકાસ તેમજ વિકાસકામોની કામગીરી પૂર્ણ થયેલ છે.
સ્કીમનું અમલીકરણ પણ પુર્ણ થયેલ છે.
   
ટી.પી.સ્કીમ નં.-૪
નવા કાયદા અન્વયે ટી.પી.સ્કીમ નં.-૪ ૧૯૦ હેક્ટરમાં બનાવવામાં આવેલી છે.
જે નામદાર સરકારશ્રીના જાહેરનામાં તા.૨/૭/૯૯ ના જાહેરનામાથી પ્રારંભીક યોજનાને (જમીન) મંજુરી મળેલી છે.
સદરહું સ્કીમને અંતિમ કરવાની કામગીરી અંગે નગર રચના અધિ.શ્રી ન.ર.યો ઊંઝા નં ૪ થી ૭ની કચેરીએથી નામદાર સરકારશ્રીમાં દરખાસ્ત થયેલી છે.
જેમાં નગરપાલિકાને ૧,૨૪,૦૨૨ ચો.મી. જમીન જુદા જુદા અનામત હેડે મળેલ છે.
સ્કીમના જમીનના કબજાની લેવડ-દેવડની કામગીરી વિવાદી કેસો સિવાય પૂર્ણ થયેલ છે.
સ્કીમમાં સુચવાયેલ વિકાસ કામોની કાર્યવાહી ચાલુ છે.
   
ટી.પી.સ્કીમ નં.-૫
નવા કાયદા અન્વયે ટી.પી.સ્કીમ નં-૫ ૧૦૭ હેક્ટરમાં બનાવવામાં આવેલી છે.
જે નામદાર સરકારશ્રીના જાહેરનામા તા.૧/૪/૨૦૦૦ થી પ્રારંભિક યોજના નો એવોર્ડ (જમીન) મંજુર થયેલ છે.
સદરહું સ્કીમને અંતિમ કરવાની કામગીરી ન.૨.યો ઊંઝાનં-૪ થી ૭ની કચેરીએથી નામદરા સરકારશ્રીમાં દરખાસ્ત થયેલી છે.
જેમાં નગરપાલિકાને ૭૮.૨૯૯ ચો.મી. જમીન જુદાજુદા અનામત હેડે મળેલ છે.
સ્કીમના જમીનના કબજાની લેવડ-દેવળ અમલીકરણની કામગીરી વિવાદી કેસો સિવાય પુર્ણ થયેલ છે.
સ્કીમમાં સુચવાયેલ વિકાસ કામોની કાર્યવાહી ચાલુ છે.
   
ટી.પી.સ્કીમ નં.-૬
સદરહું ટી.પી.સ્કીમ નં અ ૬ ૧૦૭ હેક્ટરમાં બનાવવામાં આવેલી છે.
સદરહું સ્કીમને નામદાર સરકારશ્રીના જાહેરનામા તા.૫/૭/૦૭ થી પ્રારંભીક યોજના મંજુર થયેલી છે.
જેમાં નગરપાલિકાને ૪૯૭૨૮ ચો.મી.જમીન જુદા જુદા અનામત હેડે મળેલી છે.
સ્કીમની અમલીકરણ કામગીરી ટુંક સમયમાં ચાલુ થનાર છે.
   
ટી.પી.સ્કીમ નં.-૭
સદરહું મૂળ ડી.પી.સ્કીમ નં-૭૯૦.૫૦ હેક્ટરમાં બનાવવામાં આવેલી છે.
સદરહું મૂળ ટી.પી.નં-૭ ને નામદારશ્રી એ તા.૧૮/૧૨/૨૦૦૦ થી મંજુર થયેલી છે.
નગર રચના અધિ. શ્રી ધ્વારા પ્રારંભીક યોજના બનાવવાની કામગીરી ચાલુ છે.
   
ટી.પી.સ્કીમ નં.-૮ અને ૯
સદરહું સ્કીમોની રેવન્યુ હદની (ઓ.પી.ની) માપણી કરાવેલ છે
સદરહું સ્કીમનો ઈરાદો જાહેર કરવા કરેલ કાર્યવાહી કરતાં નામદાર સરકારશ્રીએ દ્વિતિય પુ.વિકાસ યોજના મંજુર થયા બાદ જ ઈરાદો જાહેર કરવાની શરત મૂકેલી છે. જે દ્વિતીય પુ.વિકાસ યોજના સરકારશ્રીમાં સાદર કરેલી છે.
આમ ઊંઝા નગરપાલિકીને કુલ ૧ થી ૬ સ્કીમો અન્વયે ૧૯૬ રીઝર્વેશનો ૪,૪૭,૭૪૨ ચો.મી. જમીનોનાં જુદા જુદા હેડે પ્રાપ્ત થયેલાં છે.
ટી.પી.સ્કીમ નં-૧ બેટરમેન્ટ ચાર્જ ઉઘરાવવાની કામગીરી પૂર્ણ થયેલ છે.
ટી.પી.સ્કીમ નં-૨ અને ૩ માં વિકસીત સિવાયના પ્લોટોનો બેટરમેન્ટ ચાર્જ વસુલ કરવાનો અંશતઃ બાકી છે.
   
સજેશન
(G) તળાવ તથા ફલકુ વહેળાના વિકાસ અને વૃક્ષ વાવેતરઃ-
ઊંઝા શહેરમાં વરસાદી પાણી નો વહેળો આવેલ છે જેની લંબાઈ આશરે ૨૦૦૦ મીટર થાય જે પૈકી ન.પા.ધ્વારા ૪૦૦ મીટર વહેળો બ્યુટીફીકેશનનું કામ હાથ ધરેલ છે બાકીનું કામ નાંણાકીય આયોજન થયેલી કરવાનું નક્કી કરેલ છે.
ઊંઝા શહેરનું ગામતળાવ અંદાજે ૨૫૦૦૦ હજાર ચો.મી.નું આવેલ છે જે સુશોભીત કરવા, વૃક્ષો વાવવા અને વોકીંગ ટ્રેક બનાવવાનો પ્રોજેક્ટ બનાવેલ છે જેનો અંદાજીત ખર્ચ રૂ. ૨.૭૦ કરોડ થાય તેમ છે. જે નાંણાકીય આયોજન થયેથી કરવાનું નક્કી કરેલ છે.