SUBSCRIBE OUR NEWSLETTER :-

About Unjha

ઊંઝાએ પ્રાચીન અને ઐતિહાસીક નગર છે ઉમિયામાતાના મંદિરના નામ ઉપરથી ઊંઝા શહેરનું પડયુ હોય તેમ માનવામાં આવે છે ઉમિયામાતાના મંદિરના કારણે આ શહેર ધાર્મિક રીતે ખ્યાતનામ છે માતાજી કડવા પાડીદારની કુળદેવી મનાય છે જેથી ધાર્મિક દ્રષ્ટિએ ઘણું પ્રખ્યાત છે.

એશીયા ખંડમાં મોટામાં મોટી ખેત પેદાશોના વેચાણનું બજાર આ શહેરમાં આવેલું છે એટલે શહેરનો વસ્તી વધારો અને દેશ-વિદેશમાં ખ્યાતનામ બને છે આ ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ કે જેમાં ઈસબગુલ, જીરૂ, વરીયાળી મોટા પાયે વેપારની વધતી જતી પ્રવૃત્તિ છે.

આ શહેર અમદાવાદ દિલ્હી બ્રોડગેજ રેલ્વે લાઈન ઉપર આવેલ છે અને અમદાવાદથી ૯૮ કી.મી.ના અંતરે અને રાજયની રાજધાની ગાંધીનગર શહેરથી ૮૫ કી.મી ના અંતરે આવેલ છે જ્યારે જિલ્લાના મુખ્ય મથક મહેસાણાથી ૨૫ કી.મી.ના અંતરે આવેલ છે મહેસાણા જિલ્લાનું વ્યાપારીક દ્રષ્ટિએ આ શહેર સ્ટેટ હાઈવે, તથા રેલ્વે દ્વારા ગુજરાતના અન્ય ભાગને તેમજ નજીકના રાજ્યો સાથે સંકળાયેલ છે ઊંઝા દરિયાની સપાટીથી આશરે ૧૧૭.૩૪ મીટરની ઊંચાઈએ સ્થિત થયેલ છે. ઊંઝા શહેરનો વિસ્તાર મહદઅંશે સમતળ છે અને આસપાસની જમીનો ફળદ્રુપ અને ખેતાલીયાક છે.

આ શહેરમાં સંદેશા વ્યવહાર માટે તાર-ટપાલ અને દૂર સંદેશા વ્યવહારની સુવિદ્યાઓ સંકળાયેલ છે. આ શહેરમાં પ્રાથમિક શાળાથી લઈને કોલેજ સુધીના શિક્ષણ માટેની પુરતી સંસ્થાઓ આવેલી છે. તેમજ ટેકનીકલ સંસ્થાઓ પણ આપેલી છે.

ઊંઝામાં આરોગ્ય સેવાઓ પુરતા પ્રમાણમાં ઉપલબ્ધ છે જે મુજબ ઊંઝા નગરમાં સ્ટેશન રોડ ઉપર બાળોજ માતા પાસે કોટેજ હોસ્પીટલ અને સરકારી હોસ્પીટલ આવેલી છે આર્યુવૈદિક હોસ્પીટલ પણ આવેલી છે. તેમજ સરકારી નર્સિંગહોમ અને પ્રસુતિગૃહ આવેલ છે. પશુ ચિકિત્સાલય પણ આવેલ છે. આ સિવાય નગરમાં ઘણા ખાનગી ડોક્ટરો પણ પોતાની હોસ્પીટલમાં સેવા આપે છે. તેમજ સાર્વજનિક આંખની હોસ્પીટલ અને દાંતની હોસ્પીટલ પણ ઉપલબ્ધ છે.

ઊંઝા નગરમાં પોલીસ સ્ટેશન, ફાયરબ્રીગેડ જેવી સેવાઓ પણ ઉપલબ્ધ છે. એક અગનિશામક વાહનનું સંચાલન ઊંઝા નગરપાલિકા અને એક અગનિશામક વાહનનું સંચાલન એ.પી.એમ.સી દ્વારા થાય છે નગરપાલિકા દ્વારા રાહત દરે દર્દીઓને હોસ્પીટલે લઈ જવા સારૂ એમ્બ્યુલન્સવાનની સેવા પણ આપવામાં આવે છે ડોર ટુ ડોર ઘન કચરાના નિકાલની સુદર વ્યવસ્થા થયેલ છે. જેમાં ઘન કચરાના નિકાલની સાઈટનો પણ સુંદર વિકાસ કરેલ છે.

ઊંઝા શહેરમાં આનંદ પ્રમોદ માટે પાંચ બગીચાઓનું ટુંક સમયમાં જ આયોજન હાથ ધરેલ છે તેમજ નગરપાલિકાએ પોતાનો ટાઉન હોલ ધરાવે છે જે રાહત દરે આનંદ પ્રમોદ માટે ભાડે આપવામાં આવે છે.

ઊંઝા શહેરમાં કેળવણી મંડળ સંચાલીત સાર્વજનિક લાયબ્રેરી આવેલી છે. તેમજ શહેરમાં બે સિનેમા ગૃહો મનોરંજન માટે આવેલા છે. શહેરની નજીક સરકારી ગેસ્ટ હાઉસ પણ આવેલું છે. ઊંઝા શહેરમાં વિદ્યુત બોર્ડ નું સબ-સ્ટેશન પણ આવેલું છે. જે નગરમાં વિજળી પૂરવઠો પુરો પાડે છે. નગરમાં સ્ટ્રીટ લાઈટની પણ પુરતા પ્રમાણમાં ન.પા.એ જોગવાઈ કરેલી છે ઊંઝા શહેરના તમામ મુખ્ય પાકા રસ્તાઓ ઉપર વીજળીકરણ થયેલ છે. જે દિશામાં આ નગર અન્ય નગરો કરતાં જુદું પડે છે. જે. આ.ન.પા.ની વિશેષ સિધ્ધી છે.

આ શહેરમાં પાણી પુરવઠો ધરોઈ ડેમ આધારીત છે તેમજ અંશતઃભાગમાં બોરથી પાણી અપાય છે. સવાર સાંજ બે ટાઈમ પાણી પુરવઠો પુરો પાડવામાં આવે છે. આજુબાજુના અન્ય શહેરો કરતાં વિશેષ સુવિદ્યાઓ છે આ શહેરમાં તથા વિકસીત વિસ્તારો સિવાય તમામ વિકાસ પામેલા વિસ્તારોમાં ભુગર્ભ ગટર યોજના ચાલુ છે પાંચ પંપીગ સ્ટેશનનો દ્વારા ભુગર્ભ ગટરનું ગંદુ પાણી ઓકશીડેશન પોન્ડમાં લઈ જઈ ઠારણ ક્રિયા થયા બાદ ખેતાની ઉપયોગમાં લેવામાં આવે છે. આ નગરમાં આવેલી આર્થિક અને સામાજિક રીતે ગરીબ અને નબળા વર્ગના લોકો માટે ટી.પી.સ્કીમ નં-૨ ના ફા. પ્લોટ નં-૭૪ માં બે સોસયટીઓ બનાવી રહેઠાણના મકાનો ની સુવિદ્યા આપેલ છે અને તાજેતરમાંજ ટી.પી.સ્કીમનં-૫ ના ફા. પ્લોટ નં-૩૦૩ (S.E.B.C.H) માં I.H.S.D.P. યોજના તળે આશરે ૬૨૪ રાહત દરના ફલેટની સુવિદ્યાઓ નગરના નબળા વર્ગના લોકોને ઉપલબ્ધ કરાવવાની બાબતમાં પણ ઊંઝા નગરપાલિકા કટિબધ્ધ છે.

ઊંઝા શહેરના ટ્રાકીકની અગવડ ન પડે તે સારૂં એક અંડરબ્રિજ અને એક ઓવરબ્રિજ બનાવવાની દરખાસ્ત નામદાર સરકરરીમાં વિચારાધીન છે. નવા વિકસીત વિસ્તારોમાં પાકા રોડ, ભૂગર્ભ ગટર, યોજના, સ્ટ્રીટલાઈટ યોજના જેવી સુવિધાઓ તેમજ હયાત ગામતળના રોડ રીસરફેસીગ કરવાની યોજનાઓ તેમજ વિકસીત વિસ્તારોનો સુગ્રથીત અને આયોજન બદ્ધ વિકાસ થાય તે સારૂ ટી.પી.સ્કીમ નં-૮ અને ૯ નું આયોજન પણ થયેલ છે. આ શહેરમાં તાલુકા લેવલનું અદ્યતન સ્પોટર્સ સંકુલ ટુંક સમયમાં નામદાર સરકારશ્રી દરખાસ્ત સ્વીકારેતો કરનાર છીએ જે માટે ન.પા.એ. જમીન રીઝર્વેશન માં તૈયાર રાખેલ છે.

આમ, ઊંઝા નગરનો તમામક્ષેત્રે ઝડપી વિકાસ થાય અને ઊંઝાના નગરજનો ને ઉત્તમમાં ઉત્તમ સુવિધાઓ પ્રદાન થાય તે સારૂં અને ગુજરાત રાજ્યના નાના ટાઉનોમાં ઊંઝા નગર એક મોડલ ટાઉન બની રહે તે દિશામાં આ નગરના વહીવટ કર્તાઓનો સુંદર સહકાર મળી રહે તેમ હોઈ ઊંઝા નગર આગામી દિવાસોમાં એક મોડલ ટાઉન નું દ્રષ્ટાંત આપી શકાય તે પ્રકાર વિકાસ થાય તે દિશામાં ગતિશીલ છે.